એન્થની રોબીન્સનનું એક પુસ્તક છે “Unlimited power”. આ પુસ્તકમાં એણે એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.
એક ગુનેગારને મૃત્યુદંડની સજા કરવામાં આવી. અને એની મૃત્યું માટેની તારીખ પણ નકકી કરવામાં. મનની શરિર પર થતી અસરો પર સંશોધન કરનાર એક ટીમે કોર્ટને અરજી કરીને આ ગુનેગાર પર પ્રયોગ કરવા માટેની પરવાનગી મેળવી. કોર્ટે નિષ્ણાંતોના અભિપ્રાય બાદ પરવાનગી આપી.
મૃત્યુદંડની સજા પામેલા આ ગુનેગારને એવું કહેવામાં આવ્યુ કે તને જુદી રીતે મૃત્યુદંડની સજા કરવાની છે. ફાંસી આપીને કે ઇલેક્ટ્રોનિક શોકથી નહીં પરંતું એક અત્યંત ઝેરી કોબ્રા કરડાવી ને તારુ મૃત્યુ નિપજાવવામાં આવશે. આ વાત પેલા ગુનેગારને મૃત્યુંની તારીખ સુધીમાં વારંવાર કરવામાં આવી. અને નક્કી થયેલી તારીખે એને એક રૂમમાં બેસાડવામાં આવ્યો.
તેની નજર સામે જ અત્યંત ઝેરી સાપ લાવવામાં આવ્યો જેને જોઇને જ ડર લાગે. સાપને એનાથી થોડે દુર રાખ્યો અને પછી કેદીના હાથ-પગ બાંધીને આંખ પર પણ પટ્ટી બાંધવામાં આવી. આંખ પર પટ્ટી બાંધ્યા પછી સાપને ફરીથી એક ટોપલામાં બંધ કરીને ત્યાંથી પાછો લઇ ગયા. થોડીવાર પછી ગ્લુકોઝના પાણીથી ભરેલા ઇન્જેકશનની નાની સોઇ કેદીના શરીરમાં 2-3 વાર ભોંકવામાં આવી. જ્યારે એના શરીરમાં સોઇ ભોંકાઇ ત્યારે ત્યાં હાજર જવાબદાર અધિકારીએ કહ્યુ કે ઝેરી સાપ કરડાવવાની સજા પુરી થઇ.
થોડીવારમાં એ વ્યક્તિ તરફડવા લાગી અને મૃત્યુ પામી. મૃત્યું બાદ મૃત્યુનું કારણ જાણવા માટે શરિરનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું અને પોસ્ટ મોર્ટમ રીપોર્ટમાં મૃત્યુંનું કારણ શરીરમાં લોહીની સાથે ભળી ગયેલું ઝેર બતાવવામાં આવ્યું.
કેદીને આ ઝેર બહારથી તો આપેલું નહોતું તો ક્યાથી આવ્યું ? ગુનેગારની માન્યતાએ ગ્લુકોઝના પાણીને પણ ઝેર બનાવી દીધુ હતું. આપણે પણ કેટલીક આવી જ માન્યતા અને નકારાત્મકતા સાથે જીવન જીવીએ છીએ અને આપણા જીવનમાં ઝેર ઉમેરીએ છીએ. અમેરિકા ના પ્રમુખ રૂઝવેલ્ટ એવું કહેતા કે “ આપણી પરવાનગી વગર દુનિયાની કોઇ તાકાત આપણને દુખી ના કરી શકે. ” દુ:ખને આપણે જ આમંત્રણ આપીને બોલાવીએ છીએ નબળા વિચારોથી.
No comments:
Post a Comment